ધ-ધનધાન્યથી રહે ઘર ઉભરાતું હેપ્પી ધનતેરસ.
ન-ન રહે શોક કે સંકટ કદી દેખાતું હેપ્પી ધનતેરસ.
તે-તેજ સૌના ચહેરે રહે ઝળકતું હેપ્પી ધનતેરસ.
ર-રહે સાલભર સૌનું મુખ મલકતું હેપ્પી ધનતેરસ.
સ-સદાય રહે હરિનું હેત વરસતું હેપ્પી ધનતેરસ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.