Gujarati Quote in Funny by Umakant

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Winter time


સવારે ઊઠીને ઘડિયાળમાં જોયું, ઁ બાપરે નવ વાગી ગયા! હશે કાંઈ વાંધો નહિ, આજે તો રવીવાર છે ને! ટી વી ચાલુ કરી સમાચાર જોવા પ્રયત્ન કર્યો. અરે આ શું? કેમ સમાચાર નથી?
ત્યાં ટી વી પર મુકેશ ગાઈ રહ્યો હતો
" દુનિયા બદલ ગઈ મેરી દુનિયા બદલ ગઈ"
અરે મુકેશ, તારી તો ઠીક મારી પણ દુનિયા બદલાઈ ગઈ છે.
ભગવાન શ્રી કૃષ્ણને મળીને સુદામા સુદામાપુરી પરત આવ્યા હતા, તેમના જેવી મારી દશા થઈ હતી. ભક્ત નરસિંહ મહેતા યાદ આવ્યા.
"જાગીને જોઉં તો જગત દિસે નહિ,
અવનવા ભોગ ભાસે"
ગઈ કાલ રાત્રીના ૧૨ પછી સમય બદલાઈ કયો. ઈલેક્ટ્રોનિક સાધનો સરકારી ફરમાન મુજબ એક કલાક પાછળ કામ કરતા થઈ ગયા. દેશી ઘડિયાળો આપણી દેશી ગતી (બળદ ગાડાની) ચાલે તેથી ખબર ન પડી. આપણો ગુજ્જુ સ્વભાવ પહેલેથી જ એડજસ્ટમેન્ટનો, એટલે ગાડાખેડુ જેમ ગળિયા બળદને હાંકવા પરોણી મારે તેમ ચાવી આપી સમયને એડજસ્ટ કર્યો. પણ કુદરત એમ કાંઈ ગાંઠે? તેણે તો વિરોધ દર્શાવ્યો જ.
સૂરજે સાંજના ૪ વાગ્યાથી પોતાનો પ્રકાશ અને ગરમી પાછી ખેંચવા માંડી. ધરતી માતાએ પોતાની તરોતાજગી ત્યજી અવનવા રૂપરંગ દર્શાવ્યા, અને તરૂવરોએ પોતાના લીલા પર્ણોનો રંગ બદલી પીળા અને રક્ત રંગી લાલ પર્ણો ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. સમયની મક્કમતાએ નમતું ન મુક્યું. સામે તરૂવરો પણ તેમનો વિરોધ જારી રાખ્યો, સર્વ પર્ણો અને પુષ્પો ખંખેરી અલખરૂપ ધારણ કરી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતરી ગયા. છ માસ થવા આવ્યા કોઈ મચક ન આપે.
આખરે સમયની સાન ઠેકાણે આવી. વસંતને વિનંતી કરી પૃથ્વી પર પધારી વૃક્ષોને પારણા કરાવ્યા. પૃથ્વી પર ફરી આનંદ વર્ત્યો.

Gujarati Funny by Umakant : 111044727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now