આંખો એની રહ રહ વરસી પડી,
જયારે એના પ્રેમ ની તસ્વીર મળી.
ભૂલી ગયો'તો ખાન ભાન ધાન,
ફરી એને જીવવાની તરકીબ ફળી.
ભટકે છે રજડે છે,પ્રિયતમની શોધ માં,
ના મળે તો શાંત થઇ બેસે બે ઘડી.
ઘણી મિલનની ચાહના જાગી હતી ફરી,
ત્યાં મુકદ્દર ની લાઠી ફરી પગમાં પડી.
જે હતી અવસ્થા વધુ બની કફોડી,
જીવતે જીવ લાશ જાણે ફાટે પડી.
જીવ્યો એ જગ સારો ભૂલી મૈખાને,
દોડ્યું મન પાછું જિંદગી ઠેબે ચઢી.
હતો શું ખોટો "પ્રતીક"મલન્ગ અલગારી,
પડ્યો કાયામાં બધી માયા લૂંટાણી.
Dp,"પ્રતીક"