?પહેલો પ્રેમ.?
બાળકે પહેલો પ્રેમ અનુભવ્યો એની જનેતાનો,
મીઠો ચીમટો ગાલે ભરી,
ખંજન નીતરતા ગાલે ચૂમી ભરી,
ને મસ્તક સૂંઘતી મા,
રહી અવિસ્મરણીય બાળ માટે.
પહેલા પ્રેમનો અહેસાસ કરાવી ગઈ.
ઇશ્વર વતી જાણે પોતે પ્રેમ કરી ગઈ.
બુનિયાદ જેની નિઃસ્વાર્થ,
ન કોઈ અપેક્ષા,
નિર્વ્યાજ, નિર્મળ અને નિર્ભેળ પ્રેમ,
જેમાં ખુદ પરમાત્માની અનુભૂતિ.
એ પછી તો,
બીજો, ત્રીજો, એમ કેટકેટલી કહેવાતા પ્રેમની થૈ અનુભૂતિ.
પણ સઘળે,
યાચના,
વાસના,
પામવાની વૃત્તિ.
ખરેખર , મા તારો પહેલો પ્રેમ,
અતુલ્ય છે.
અનન્વય છે.
અવિસ્મરણીય છે.
મા તને કોટિ કોટિ વંદન.ચૈતન્ય જોષી પોરબંદર