પ્રેમ માં હારેલો એક નવ યુવાન છોકરો,થાકી પાકી ને ઘરે પાછો આવ્યો,ઘર માં આવી ને તેની મા ને શોધતો હતો,લાગ્યું જાણે કે એ તેની મા ને કૈક કહેવા માંગતો હતો. દીકરા ને આમ તેમ નજર કરતા જોઈ,તેની મા એ કહ્યું.
શું થયું દીકરા શું શોધે છે??
યુવાને તેની મા સામે જોયું,અને કહ્યું મા.... હું થાકી ગયો છું. મારે તારા ખોળે થોડો આરામ કરવો છે.
દીકરા ના ઉદાસ સ્વરે મા ને થોડો આશ્ચર્ય થયો,પણ તોય મા તો મા છે,દીકરા સામે કોઈ જાત ના સવાલ કર્યા વગર,જમીન પર બેસી ગઈ,અને તેના દીકરા નું માથું,તેના ખોળે લઇ ને કહ્યું.
સારું આવ ઘડીક સુઈજા,મારા ખોળે પછી તારા માટે,જમવા નું બનાવી દઉં.
યુવાન દીકરા ને ખોળા માં રાખી મા, પોતાના દીકરા ને માથે હાથ ફેરવતી રહી,દીકરા ની આંખો ભીંજાતી રહી.
બુંદ બુંદ આંસુ ના ટીપ્પા મા ના પાલવ ને ભીંજાવતો રહ્યો.
અડધા કલાક પછી મા ને પાલવ ભીંજાયા નો અહેસાસ થયો. દીકરા નું મુખ ખોળે થી થોડું ઊંચું કર્યું,અને જોયું તો દીકરા ની આંખો ખુલ્લી ને હોઠ પર ફીણ વળેલી, જોઈ મા નું હૈયું ધબધબી ગયું.
પોતાના દીકરા ના આવા હાલ મા થી જોવાય નહીં ને મુખ માંથી લાંબી ચીખ નીકળી ગઈ,અને આજુ બાજુ ના લોકો ભેગા થઇ ગયા,લોકો એ દ્રસ્ય જોયું ને જાણ થઇ કે યુવાને ઝહેરી દવા પી લીધી છે.
રાખી તુજ ને નવ માહ કોખ માં,
મા એ કીધા ઉપવાસ,
ચાલી ગયો તું એ સ્નેહ ભૂલી,બે પળ ના વિષઘાત માં.
Dp,"પ્રતીક"