યાદ તારી
સાથ છોડી યાદ તારી દૂર ભાગી એકલી ,
આંખ મારી આંસુ સારે બેકલી તે એકલી .
સ્મરણો ભોકાય દિલમાં એક પળ જીવાય ના ,
વેદનાઓ વલવલે ને કાળજે યાદો જલી ,
સ્નેહનો સંચાર ને ખીલી વસંત ચારેદિશા ,
પાનખર આવતા ભારે દિલે છોડી ગલી .
લીસો તારો કોલ ભીતર ભીજવે મારું હદય ,
લાગણી કાજે હસી માસુમ ગુલાબી કલી .