Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળીને મા ભારતીનો પોકાર,
સરદાર તમે હવે ધરોને અવતાર.
હજુએ કાં લગાડો વલ્લભ વાર ?
સરદાર તમે હવે ધરોને અવતાર.

નથી ક્યાંય પ્રમાણિકતાના આચાર,
સ્વાર્થરત સઘળે દેખાય વ્યવહાર.
નથી પ્રજાવત્સલતાના કોઈ વિચાર,
સરદાર તમે હવે ધરોને અવતાર.

વ્યાપ્યો સૌની રગેરગમાં ભ્રષ્ટાચાર,
નથી કોઈ આમજનનું સાંભળનાર.
ખેલ ખુરશીના સત્તાકાજે ખેલનાર,
સરદાર તમે હવે ધરોને અવતાર.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111043416
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now