# હું શું કરું....??
મનમાં ઉઠતા આ મૂંઝારાનું હું શું કરું....??
કહી દઉં કોઈને પછી હું શું કરું....??
અઘરું છે હસતું મોઠું રાખીને ચાલવું....??
પણ એને દિલમાં દબાવી રાખી હું શું કરું....??
બધાના હિસ્સા માં કૈંક ને કૈંક આવે જ....
તો પછી બંધ બારણે રડી હું શું કરું....??
દુઃખનો છેડો ક્યાંક ને ક્યાંક તો હોય જ....
તો એકને એક વાત લઈ બેસી રહી હું શું કરું....??
કાલનો સૂરજ ઉગીને અજવાળા લાવશે જ....
તો ઝીંદગી ના એક છેડે ઉભી રહી હું શું કરું....??
#સાંઈ સુમિરન....