Gujarati Quote in Story by Kaushal Parmar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??માટલું??

પ્રિયા સાંભળ..હું ઓફીસ જઉં છું.
આજે એક્વાગાર્ડ નાખવા માટે આવશે કોઈ માણસ, આમ તો ફોન કરી ને જ આવશે પણ તું ઘેર જ રહેજે..
અને આ માટલાંને હવે એવું હોય તો કાંતાબાઈને આપી દેજે..આમ તો સારું જ છે ને..બોલતાં નીરવે બેગ લીધી અને ઑફિસ જવા નીકળ્યો.
પ્રિયાએ માટલું ખસેડી ને એક ખુણામાં મુકી દીધું!
બપોરે તો માણસ આવીને એક્વાગાર્ડ ફીટ કરી ગયો.
સરોજબા બે-ત્રણ વખત પાણી પીવા ગયા..પણ માટલાં ની ખાલી પડેલી જગ્યા જોઈને પાછા વળી ગયાં. ખૂણા માં રિસાઈ ને બેઠેલું માટલું જાણે એમને ફરીયાદ કરતું હતું..મારો શું વાંક??
આખરે એમનાંથી ના રહેવાયું બોલ્યા વગર!
પ્રિયા બેટા..એક વાત કહું..હમણાં આ માટલા ને આપીશ નહીં..મને તો આદત છે માટલાં ના જ પાણીની...અને આ બધું તો હમણાં નીકળ્યું..અમે તો રોજ નદીનું પાણી પીતા..કાંઈ નહોતું થતું અમને..કાંકરા અને રેતીથી જ પાણી સાફ રહેતું..
ફટકડી નો ટુકડો નાંખો એટલે પાણી ચોખ્ખું..
અમારા ગામડાં માં તો ઘેર ઘેર કુવો હોય અને કુવા જેવું મીઠું પાણી તો કયાંય પીવા ના મળે.
અરે બા તમે પણ શું!! એ બધા જમાના ગયા...
આ જુના માટલાં ને પણ તમે છોડતા નથી..પ્રિયા બોલી!!
તમે આ જુનવાણી લોકો ક્યારે બદલાશો??
સરોજ બા કશું જ ના બોલ્યાં.. બસ એકીટશે માટલાં ને જોઈ રહ્યા..!!
સાંજે ચીન્ટુ સ્કુલે થી આવીને દાદીમાં..દાદીમાં
બોલ બેટા..આવી ગયો મારો દીકરો!!
દાદીમાં ના ખોળામાં બેસીને વ્હાલ કરે છે..
ઓહ મારી વ્હાલી દાદી...!!!આજે કેમ ઉદાસ લાગે છે??
કાંઈ નહીં દીકરા..આજે તમારૂં નવા જમાનાનું મશીન આવ્યું છે ને ઘર માં એટલે મારૂં જૂનાં જમાનાનું માટલું...સરોજબા આગળ બોલી ના શક્યા..બેટા તને ખબર છે મેં અત્યાર સુધી માં કેટલાં બધા માટલાં ને સજાવ્યા છે!!!
પહેલાં તો મારી પાસે લોકો માટલાં પર ડિઝાઇન કરાવવા આવતાં હતાં!! તારા દાદાજી માટલાં જાતે ઘડતાં..તપાવતાં..અને હું માટલાં પર ચિત્ર બનાવતી અને રંગોથી સજાવતા!!
બોલતાં બોલતાં સરોજબા ગળગળા થઈ ગયા..જુની યાદો માં ખોવાઈ ગયા..!!
અરે મારી વ્હાલી દાદીમાં તમારૂં માટલું તમને છોડીને કશે નહીં જાય..તમારી આ કલા મને કામ લાગશે..મારી સ્કુલમાં પ્રદર્શન છે ને એમાં હું આ માટલાં ને મુકીશ!!
હું હમણાં જ રંગો ની વ્યવસ્થા કરી દઉં છું!!
સરોજબા ને તો જાણે ગમતું કામ મળ્યું!!
માટલાં નું નવું રૂપ પ્રિયા તો જોતી જ રહી ગઈ!!
સુંદર રંગોથી માટલાં નું તો રૂપ જ બદલાઈ ગયું!!
નીરવ સાંજે ઓફિસે થી આવીને..અરે આટલું સુંદર માટલું કોણ લાવ્યું???
ચીન્ટુ બોલ્યો..પપ્પા..આ એ જ માટલું છે જે તમે આપી દેવાના હતાં!!!
આ તો મારી દાદીમાં ના હાથનો જાદુ છે!!!
મારી દાદીમાં નાં પ્યારા માટલાં એ નવાં જમાનાના એક્વાગાર્ડ ને ઝાંખુ પાડી દીધું!!!
બીજા દિવસે ચીન્ટુ સ્કુલે થી આવીને દાદીમાં ને ભેટી પડ્યો..તમને ખબર છે સ્ફુલમાં બધાંને મારૂં માટલું ખુબ જ ગમ્યું!!
ચીન્ટુ હસતાં હસતાં બોલ્યો..દાદીમાં બહુ બધા ઓર્ડર મળ્યા છે..શરૂ કરવું છે માટલાં રંગવાનું??

મમ્મી..તમારા એક્વાગાર્ડનું પાણી માટલાં માં ભરીસું..હું અને મારી દાદી તો અમારા માટલાં નું ઠંન્ડુ પાણી જ પીશું!!!
દાદીમાં નો ખીલી ઉઠેલો ચહેરો જોઈ ને જુનું માટલું જાણે ખુશી થી મલકાઈ ઉઠ્યું!!! એને જીવનદાન આપનાર દાદી નાં હાથે પાણી ભરાતાં..જ્યારે કોરા પડી ગયેલા માટલાં માં પાણી નો સ્પર્શ થયો..ત્યારે જાણે ખુશીનાં આંસુ રૂપી પાણી માટલાંમાંથી છલકાઈ ગયું!!

લેખક:કૌશલ પરમાર

Gujarati Story by Kaushal Parmar : 111043367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now