મારા સ્મરણમાં રહી સતત હાજરી તારી.
રહી સમર્પિત કરી મેં હરિ બિરાદરી તારી.
શૃંગગર્તવત્ જિંદગીમાં અથડાયો આખરે,
પ્રભુ રહી મારી કસોટી કેવી આંકરી તારી.
ના ચૂક્યો સત્વ સર્વેશ્વર હતું જે તવદત્ત,
સંતાપ પછી સંતાપની પ્રથા ખરાખરી તારી.
ટકી શક્યો ઝંઝાવત સામે સ્મરણબળથી,
દેખી દશા મારી દીનને આંખ હશે ભરી તારી.
કમાયો છું ઘણું તવપ્રતાપે ના કેવળ અર્થ જ,
હરપળે હરઘડી હમસફર હતી હાજરી તારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.