#LoveYouMummy
દરેક દીકરી માટે માઁ એ બધા રહસ્યોની ચાવી છે. પિતા આપણાં સપનાઓ જરૂર પુરા કરી શકે પણ જે આપણી લાગણીઓ પુરી કરી શકે,એ ખાલી માઁ જ છે. હંમેશા જિંદગીમાં આપણને એ વ્યક્તિની કદર વધારે જ હોય છે,જે આપણી પાસે નથી. માઁ વગરની જિંદગી એ ખુદને સાચવી,સમજું બનાવી ઘણું જતું કરતા શીખવાની પરીક્ષા છે. એના ના હોવા છતા હું દરરોજ રાત્રે સૂતા પહેલા એને યાદ કરું છું,હજી પણ ક્યારેક રાતના ૨-૩ વાગ્યે આંખ ખુલી જાય તો પહેલા મને મારી માઁ જ યાદ આવે છે.
ખૂબ વિચારવા જેવી બાબત છે,દરેકની જિંદગીમા માઁ નું આટલું મહત્ત્વ છે તો આ વૃદ્ધાશ્રમ શબ્દ આવ્યો જ ક્યાંથી?