તારા 'ન 'કારમાંય ' હ ' કાર વાંચું છું.
તારા મૌનમાંય સ્વીકાર વાંચું છું.
પ્રતિક્ષા મારી છે ધીરજ ધરનારી,
તવાગમનના અણસાર વાંચું છું.
હાર નથી મારા શબ્દકોશના પાને,
તવનયનની અશ્રુધાર વાંચું છું.
વચનને વાયદાની વાત ભૂલીને,
પ્રતિ ચહેરે તારો આકાર વાંચું છું.
ટેવ મારી પુનરાવર્તન ઝંખનારી,
હરસ્થળે તારો કારોબાર વાંચું છું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.