# Love you mummy
મારી વ્હલી મમ્મી ,હુ તારો જ અંશ છુ .તારી જ કાર્બન કોપી તારા જ સંસ્કારો નુ પ્રતિબિંબ છુ.મા તારુ વર્ણન કરતા મારા હાથ ધ્રુજે છે.સાક્ષ –સાક્ષત મમતા ની મુર્તિ ,કરુણા નો અવતાર.મા જયારે અમે નાના હતા અને કઈ થાઈ તુ તરત દોડીને જઈને લીંબુ-મરચા લઇ ને અમારી માથે થી ઉતારી ને નાખતી .મા મને હજી એ પણ નથી સમજાતુ તું કે એમા એવી તે કેવી એન્ટી – બાયોટીક શક્તિ હતી કે અમે સાજા થઇ જતા .તારા કાળો ટીકો કરવાથી બુરી નઝર ના લગતી .તારા ખોળા મા માથું રાખી ને જે સુવા મા જે સંતોષ થતો એ એ .સી ની હવા મા નથી . તારા સાળી ના પાલવ મા એવી તે કેવી શક્તિ હતી તે સુરજ ના તેજ ને પણ નમતુ મુકવુ પડતુ તું.