પ્રભુ તારી કૃપા ઝાકળ બનીને વરસે.
તું તારાંને અવની પર દેખી કેવો હરખે.
સ્વચ્છતાની આદત તારી વરસો જૂની,
તરોતાજાં નવાંનવેલાં હર્ષથકી તું પરખે.
રવિકિરણો પામી પરાવર્તન નભ આંબે,
ઝાકળના જગતમાં મુખ તારું ત્યાં મલકે.
સ્નેહ તારો જલબિંદુ થૈને ધરા પર આવે,
ધન્ય ધન્ય હરિ નયન મારાં આજ છલકે.
ઝાકળજલ પામીને પુષ્પો રૂપ નવલાં ધરે,
કરુણા તારી કેશવ પામી કેવાં કેવાં ઝળકે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.