# .....
નોહતી ખબર કે,
આ છેલ્લો કોળીયો છે તારા હાથનો....
ખબર હોત તો....
હું ખાતા ખાતા ક્યારેય ધરાત જ નહીં...
નોહતી ખબર કે,
આ છેલ્લો સાદ છે તારા મુખેથી મારા નામનો....
ખબર હોત તો....
હું સાંભળીને પણ અજાણ રહેતી અને તું સાદ પડતો રહેતો..
નોહતી ખબર કે,
આ અંતિમ મુલાકાતની ઘડીભરની વાતો હતી....
ખબર હોત તો....
હું એ વાતોનો સીલસીલો ચાલુ જ રાખત...
નોહતી ખબર કે,
આ નજર મળે છે હવે અંતિમ વખત....
ખબર હોત તો....
હું એ નજર ક્યારેય ઝુકાવત જ નહીં....
નોહતી ખબર કે,
આ છેલ્લો સ્પર્શ છે તારો મારા અંગેઅંગમાં....
ખબર હોત તો....
હું તને કસીને એવો પકડત કે તું છૂટી જ ન શકત....
#સાંઈ સુમિરન....