ચાલો ને જઈએ પાછા એ બચપન માં જ્યાં નિર્દોષતા હોય,બેટ-દડો હોય,લખોટીઓ હોય,ગિલ્લી દંડો હોય,ધમાલ ગોટો હોય,એ વતન ની ખુશ્બુદાર માટી હોય,પાદર ની પીપલ હોય,સંતા કુકડી હોય,માસૂમિયત ભરી મસ્તી હોય,મિત્રતા અમૂલ્ય હોય,જવાબદારીઓ નો બોજ ના હોય,ઘી અને ખાંડ વાળી રોટી હોય,ચેહરા પર ગુલાબી હાસ્ય હોય,કૈક નવાજ પ્રકારના તોફાનો કરવાની તાલાવેલી હોય....અને આવું ઘણું બધું હવે માત્ર "હોય"માં સીમિત થઈ ગયું...તો ચાલો કરો ડોકિયું પોતાના બચપન માં..જ્યાં કાંઈક ને કંઇક હોય જ...