#LoveYouMummy
વ્હાલી મા
મમ્મી તારા ચરણોમાં સાદર પ્રણામ. આજે મને તારી અને તે મારા માટે કરેલ અગણિત કામની યાદ આવી ગઇ એટલે તને આ પત્ર લખી રહ્યો છું. જીવનમાં પળે પળે લવ યુ મમ્મી કહેવાનું મન થાય છે પણ કયારેય તારી સામે તારો આભાર લાગણીઓમાં વ્યકત નથી કરી શકયો, એટલે જ આજે લવ યુ મમ્મી કહેવા માટે આ પત્ર લખી રહ્યો છું.
મમ્મી તે મને નવ નવ મહીના તારા ઉદરમાં રાખી અને પીડા સહન કરી મને જન્મ આપીને ઉછેર્યો તે બદલ લવ યુ મમ્મી. તે નાનપણમાં મારી અસમજણમાં મારી અગણિત જીદ અને જરુરીયાતો પુરી કરી છે તે બદલ લવ યુ મમ્મી.
વહેલા ઉઠી ગરમાગરમ સ્કુલ લંચ બનાવવાથી લઇને પરીક્ષાના સમયે મારી સાથે તે પણ ઉજાગરા કરી મને પ્રોત્સાહિત કરવા, મારી દરેક નિષ્ફળતાઓ અને સફળતાઓમાં હરહંમેશ પડખે ઉભા રહી જ્યારે જયારે મને તારા સપોર્ટની જરુર પડી ત્યારે હરહંમેશ તે મને સપોર્ટ કર્યો છે તે બદલ લવ યુ મમ્મી. મમ્મી તે મને આપેલા પ્રેમ આગળ મારો લવ યુ મમ્મી શબ્દ બહુ નાનો લાગે પણ હું સદાય તારો ઋણી રહીશ અને હરહંમેશ માટે લવ યુ મમ્મી.
એજ લિ
તારો લાડકો