#LoveYouMummy
માં અને પ્રેમ એક સિક્કા ની બે બાજુ.માં ના શરીર નો એક કોષ હતી એમાં થી જીવન ફૂટવું એ કદાચ માં થી જ શક્ય થતી વસ્તુ છે.જ્યારે પણ માણસ નું મન દુઃખાય કે અણગમતું થાય ત્યારે માં શબ્દ પેલો આવે અને ઉલટું જોઈએ તો માં ને તો આપણા જન્મ ની વેદના માં પણ હાસ્ય ની સમવેદના થાય.પેલો સ્પર્શ,પેલું પગલું,પેલું માં બોલવું ઘણા સંભારણા હોય માં ના અને જેમ હું મોટો થાવ ને જ ગમે એ મળે એટલે એજ માં ને કઈ ખબર ન પડે તો પણ એ માં તો એમ જ કહે ને કે બેટા તને નહિ સમજાય નાદાન છો. ગમે એટલી મોટી ભૂલ માં માં ને નાદાની દેખાય.કોઈ ના ઠપકા થી ડરી ને માં પાછળ સંતાઈ શકાય.,રોઈ શકાય પણ એ જ માં થી આપણા વિરૃદ્ધ કંઈ જ ન સાંભળી શકાય એ વાત ને એ દિવસ ના હોય કે ગમે એટલી ઊંમર ના હું તમે દરેક સમજી અને અનુભવી શકીએ. દુનિયા નો દરેક જીવ માં વગર અધૂરો છે. ગાય કે કૂતરું માં થી છૂટી ગયું હોય અને તાજી ગરમ રોટલી આપો તો પણ એ આંખ નું ઘી ઓગળી ને માં ને જ યાદ કરે.માં મિત્ર છે, જીવન ની પેહલી પ્રેરણા છે કે મારે માં જેવું બનવું છે. દુનિયા ની દરેક માં ના હદય માં બાળક જ હોય. માં તું મને દુઃખ માં નહિ જોઈ શકે ખબર છે છતાં મેં તારી મજાક કરી, હું મોટો થયો તું મને સમજી પણ હું તને સમજવા માં નાનો જ રહ્યો.તે વેહલી ઊઠી ને ટિફિન બનાવ્યું પણ મેં ઘણી વાર તારા પ્રેમ ને સમજવા કરતા સ્વાદ ને મહત્વ આપ્યું પણ તું તો ગજબ છો સમજી જતી કે શું ભાવશે એ જ આપતી. તારો ખોળો દુનિયા નો સૌથી સુરક્ષિત જગ્યા છે. તને સમજ્યા એમણે ગ્રંથો રચ્યા હું જે સમજી એ બોલું એટલું ઓછું છે માં તારી પાસે હક ચાલે, હઠ ચાલે અને વાત પણ ચાલે પણ તું જ એ છો જે ધારે તો એના સંતાન ના શ્વાસ પણ ચાલે.જૂની સાડી, સાદો ફોન પણ બાળકો ને અોછુ ન ચાલે એ વિચાર તું જ કરી શકે. એટલે જ માં ગરીબ હોય કે અમીર પોતાના બાળક તો એની મૂડી હોય.
જગત ની માં કોણ તું કહે ત્યારે સમજું, પૃથ્વી માં છે તે કહ્યું તો સમજી પણ તું કોણ એ સમજવું જ અઘરી વાત છે.
એટલે જ લખું છું તને આભાર ના બે શબ્દો..
"તારા ને મારા પહેલા શ્વાસ નો રણકાર છું,
દુનિયા તરફ નું પહેલું પગલું ભરનાર છું,
નથી શબ્દો મળતા કહેવા તને માં..
તારા થકી આ ગાથા નો આજ રચનાર છું."