#
બંધનો
સત્ય ઘટનાઓ ને પણ અફવા લખું,
લાગણીના બંઘનો ભીતર લખું.
સમય વચાળે ભટકતો એકલો,
કલ્પનાની વાત ને અંદર લખું.
આજ ફુંટ્યું છે સરોવર આંખમાં,
ઝંખના વરસી હવે નવતર લખું.
કારણ વગર રેતમાં ચમકે બિદું,
મેઘહીન દીશે સમય સુંદર લખું.
પથ્થરોના બિજ ભેદી વિકસે,
મિત્રતાને આશરો કે ઘર લખું.