English Quote in Microfiction by Kinjal Dipesh Pandya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy
મારી પ્રિય સખી...મારી મમ્મી..
શું લખું હું તારા માટે?!,શબ્દો મળતા નથી..
વાગોળુ છું મનમાં,પણ શબ્દો લખાતા નથી..
સૌ પહેલા તને મારી કવિતા ની ગમતી પંક્તિ જ લખું છું,
"માનવી માનવી બની શકે છે,..પરંતુ, માં...નવી નથી બનતી..
મળી જાય છે બધું શોધતા,પરંતુ માં..નથી મળતી.."
તારો ભાર તો મને લાગ્યો જ નથી, છતાં આભાર વ્યક્ત કરુ છું.
તારું ૠણ તો જન્મો જનમ ના ચુકવાશે.એક અરજ છે મમ્મી તને.હરેક જન્મારે તું જ મારી માં બનજે.હંમેશા હું પપ્પા ને જ ખૂબ વ્હાલ કરતી રહી..પણ તારા માટે પ્રેમ તો મારા હદય માં છલકાય.પપ્પા ના ગયા પછી તે તારુ કાળજું કઠણ કરી ને અમને સાચવ્યા.તે જ માં બાપ બંને નો પ્રેમ આપ્યો. હંમેશા અમારું જ વિચાર્યું,તારા દુખ નો અણસાર પણ ન આવવા દીધો.બસ હવે તો કાના ને એક જ પ્રાર્થના કે,"તારો કુળ દીપ આમજ ઝળહળતો રહે,
તારા ઘર માં નિ:લેસ પણ દુખ ન આવે,નિત નવી ઋચા ની સૌરભ તારા ઘર માં ફેલાતી રહે,તારા ઘરમાં હર હંમેશ પ્રહષૅ સહ પવઁ ઉજવાતા રહે.."
લિ.તારો જ અંશ,તારી વહાલી દિકરી.
કિંજલ.

English Microfiction by Kinjal Dipesh Pandya : 111042488
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now