#LoveYouMummy
તારા સ્મિતથી બદલે દુનિયા,દિલ તારું જાણે સમંદર,
તું પ્રેમની દેવી, વરસે આંખોથી પ્રેમ બસ નિરંતર;
હો મુશ્કેલી કે હો દુખ કોઇ,મને તું ના કહે કદી
સહે બધું તું,હસી પડે,ને દુખ રહે દૂર સદંતર!!!
ઇશ્વરને યે થઇ હશે જ ઇર્ષા લાગ્યુ્ં એમ નિરંતર,
સ્વચ્છ ચરિત્ર,સ્વચ્છ જીવન ને હરદમ સ્વચ્છ અંતર;
તું હતી તો સઘળું સુંદર ત્યાંનું ત્યાં, ને હું પણ હતી સુંદર,
તું નથી તો યે હજી બધું ત્યાંનું ત્યાં ને તું તસવીરની અંદર!!!!