કોઈને ચાહવું એટલે?
પ્રેમ ની શરૂઆત માં અનુભવાતી સુંવાળી પળો
કે પ્રેમ નિભાવવા અપનાવો પડતો કાંટાળો પથ
કોઈ ને ચાહવું એટલે?
સામે વાળા ને નીચા પાડીને પોતાની જીદ પુરી કરવી
કે પોતે હારી જઈને પણ સામે વાળા ની જીતમાં મળતો સંતોષ
કોઈ ને ચાહવું એટલે?
પ્રેમ ની લાંબી લાંબી ને મોટી મોટી વાતો
કે નાની નાની વાતો માં રખાતી સામે વાળા ની કાળજી
કોઈ ને ચાહવું એટલે?
સામે વાળા ના માલિક થઈને તેને બંધન માં રાખવો
કે સામે વાળા ને તેની સ્વતંત્રતા આપીને પણ તેના થઈને રહેવું
કોઈ ને ચાહવું એટલે?
સામે વાળા ની આંખો માં છલકાતા પ્રેમ ને જોઈને મળતો સંતોષ
આ જ આંખો ના સહારે વિતતી જિંદગી....