#LoveYouMummy
પ્રિય મમ્મી,
હું તને અંત્યત પ્રેમ કરું છું.મારો પ્રેમ તારા પ્રેમ સામે બઉ નાનો છે.પણ આ નાનો પ્રેમ આ લેખ દ્વારા વ્યક્ત કરું છું.
એટલો પ્રેમ કરું છું મારી મમ્મી ને,
નથી મેહસૂસ કરવા માંગતો એની કમી ને,
ખબર નહીં કેમ,
નથી ભૂલાતો મારી મમ્મી નો પ્રેમ,
ચાહું છું મારી મમ્મી ને એટલી હદે,
મરી ગયા પછી પણ ચાલું રહે એના પ્રેમ માટે હર્દય.
ખુશ નસીબ છું, મમ્મી મને મળે છે તારો પ્રેમ. દુનિયા નિકળે છે, સાચો પ્રેમ શોધવા ગલી ગલી માં પણ સાચો પ્રેમ મળે છે મા ના ખોળા માં.
છો તું મારી મમ્મી જેને પ્રેમ મા માં નથી રાખી કમી
આજે નઈ તો કાલે મોટો હું થવાનો, પણ તારા વૃદ્ધ થાય પછી મોકો નઈ મૂકું તારી સેવા નો.