દસ્તક આપીને હસ્તક કરી ગયા
સપના સુતા જગાવી પ્રેમ કરી ગયા
હોશ હતા બેહોશીમાં ખ્યાલ પ્રેમ કરી ગયા
વ્હાલ આપી ભીંતર માં ન્યાલ ધરી ગયા
એક સેતુ ના બે કિનારા દોડ કરી ગયા
ભાવ વચ્ચે અંતર પાસ માં દટી ગયા
બેઠા એક ડાળ પર માળો ગુંથી ગયા
એંઠા થયા હું ને તું માં ચાળો ચુંમી ગયા
દિનેશ પોકાર