ચાલ ને આ જીવન રૂપી સફર માં...
એક બીજા ના હાથ માં
હાથ રાખી ફરીએ,
એકબીજાની લાગણીઓ
અનુભવી સાથે રહીએ,
દરેક ડગ જોડે ભરી ને
આ સફર માણીએ,
એક બીજા ને સાથ આપી
આગળ વધીએ,
આમજ આ સફરમાં
જિંદગી જીવંત રાખીએ,
આ જિંદગી માં જોડે મળી ને
પૂર્ણતા ભળીએ,
અને આ પૂર્ણતા ને જ
અંતિમ ધ્યેય બનાવીએ,
ફરી નવા સપના જોઈ એને
પૂર્ણ કરવા મથીએ,
ચાલ ને આ સફર
આમ જ પૂરું કરીએ...!!!