તું ભીની કરી લે આંખ
પ્રપંચોને સમદરે નાખ.
અંતરયામીને અવિનાશી,
પ્રેમપદારથ તણો પ્યાસી,
સ્વાદ શરણાગતિનો ચાખ,
તું ભીની કરી લે આંખ.
ભાવભંડાર એના ઉરે,
સૂર મિલાવ એના સૂરે,
સતત પોકર કર્યે રાખ,
તું ભીની કરી લે આંખ.
અશ્રુ કદી ન જાય બેકાર,
પ્રભુ પ્રત્યેકનો પાલનહાર,
હરિભજન ઉડવાની પાંખ,
તું ભીની કરી લે આંખ.
દ્રવશે એ દયાનિધિ દાતાર,
ક્યારે કોઈનો ન રાખે ભાર,
ટળશે ફેરા ચોરાસી લાખ,
તું ભીની કરી લે આંખ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.