#LoveYouMummy
વ્હાલી મમ્મી,
હું તને આમ તું કહીને બોલવું છું. પણ એમાંય મારો અઢળક પ્રેમ છે. તારા પ્રેમભર્યા વ્યવહાર ને લાડકોડથી જ આજે મારુ જીવન હેમખેમ છે. સમજતો થયો એ પહેલા તને આપેલી તકલીફોની આજે ચાહું છું માફી. સમજણ આવ્યા પછી થયેલી ભૂલોની ચાહું તુજથી માફી. તારા પ્રેમમાં ઉછર્યો હું તારો બાળ, આજે એ જ પ્રેમ તને પાછું આપવા આવ્યો છું હું માવડી. લાગણીઓનું અનલિમિટેડ પ્લાન છે તું, જ્યાં આંખો બંધ કરી વિશ્વાસ મૂકી શકું અને મારામાં જેનું પ્રતિબિંબ ઝળકે છે એ જ મારી માવડી મારા માટે બહુ ખાસ છે તું...
અમર રહેજે મારે હૈયે માવડી..
તારો વ્હાલો દીકરો,
ઈરફાન