હોય તને જો આતમનો સંગાથ.
આપણું નસીબ આપણા હાથ.
ધનદોલત કોઈની ના ટકવાની,
સમય જતાં એ જતી રહેવાની,
સદા સદવિચારો કાજે તું પ્રાર્થ....આપણું.
સુમતિ એ જ સંપતિ ગણવાની,
કુમતિ એ જ વિપતિ માનવાની,
સદાચારે સહાય હો દીનાનાથ...આપણું.
ખુદ હરિ જ રહેવાના હારોહાર,
તું લક્ષ્ય એનું હરઘડી પલ ધાર,
બનશે સારથિ જો તું બન પાર્થ...આપણું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.