Gujarati Quote in Blog by Navyadarsh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy
એ દિવસે હું ઘેર આવી ત્યારે તારી સાથે ઘરનું બધું જ કામ કરી નાખ્યું હતું. પણ તું બહુ ચિંતા કરતી. આ છોકરીનું શું થશે? અને એ રાત્રે તે ઘીના લાડવા પણ બનાવી આપ્યાં. તારા હાથના લાડુ તો મને મીઠા જ લાગે. બીજે દિવસે જ્યારે હું આવતી હતી ત્યારે તે દૂધ, દહીં અને છાછ ભરી દીધા હતાં. એટલું બધું આપી દીધું હતું કે જાણે અઠવાડિયા સુધી ચાલે, પણ એક દિવસમાં હું કેટલું ખાવાની. તો પણ મેં પેટ ભરીને તારી યાદમાં ખાધું હતું. તને યાદ હોય તો હું એ લાડું પણ સાથે લાવી હતી. પણ તેમાં તારા પ્રેમની સાથે ઘી પણ વધુ પડી ગયું હતું. હું એ કેમ ખાઉં? તો પણ ભૂખ કોઈની સગી થાય. મેં તો તે ખાધા, થોડા વધુ જ ખવાય ગયા કે નાકમાંથી પણ ઘી નીકળવા લાગ્યું. મા તું મા જ છે હો. એટલે તને એમ કે, એક જ દિવસમાં મને મોટી કરી દેવી હોય. પણ હું મોટી થઇ જઈશ તો તું જ કહીશ કે, ‘આતો મોટી થઇ ગઈ, હવે આને કોણ લઈ જશે?’ તારી ચિંતાઓ તો અપરંપાર છે. પણ એટલી જ તું પ્યારી છે. તારી પર અમે હસીએ અને તું અમને જોઇને હસી લે. નહીં?
• ‘નવ્યાદર્શ’

Gujarati Blog by Navyadarsh : 111042059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now