#Love You Mummy
આ લવ યુ મારી મા માટે ખૂબ ઓછું છે...કારણકે મારી માં નો પ્રેમ અગણિત છે જેણે પોતાની જિંદગીનો કેટલોય નાજુક પોતાનો અંગત સમય તેમજ પોતાના શોખ મોજ ઘણું બધું જતું કરી ને મને ને મારા ભાઈ બહેન ના ઘણાં જ મોજ શોખ fulfill કર્યા તેમજ મમ્મી પપ્પા એ એકબીજાના સહકાર થી અમને સારી એવી ડિગ્રી ઓ અપાવડાવી જેના માટે આ ત્રણ શબ્દ ખૂબ ઓછા પડે છે તો પણ i love u મારી માં...માં એક જ એવી વ્યક્તિ છે જેની પાસેથી હમેંશા મીઠો આવકાર મળ્યો છે કોઈ પણ સ્થિતિ માં વિના અપેક્ષા એ કારણ એક માં સાથેનો જ પ્રેમ એવો છે જે અવિરત પ્રવાહ થી વહેતો રહે છે છૂટી જવાનો કે તૂટી જવાનો કોઈ ડર નથી હોતો!! તેથી જ મને આ પ્રેમ સર્વોચ્ચ લાગે છે.,.,અને માં તે એક એવી સહનશીલતા આપી છે જિંદગી ને જીવવાની તેમજ જીરવવાની કે આ જિંદગી માં બીજું કાંઈ ઘટે એમ નથી પણ તોય મારી માં કહેવું પડે હા તે આટઆટલી સહનશીલતા ઓ આપી હોવા છતાં માં હું તારો સહેજ વાર પણ ગુસ્સો સહન નહીં કરી શકતી ને જ્યારે તે તો નવ મહિના તો મને સહન કરીજ છે આજે પણ મારા ગુસ્સા કે દુઃખ ભરી સ્થિતિ માં તું અચૂક આવી ને મને એક શબ્દ ચોક્કસ કહે છે જે મને ખૂબ ગમે છે કે "તું હારી શકે જ નહીં પરિસ્થિતિ થી કારણ તું સિંહણ નું સંતાન છે "જે મને સખત હિંમત આપે છે ને મમ્મી મારી માં ની સાથે મારા બેસ્ટ ફ્રેન્ડ બનવા માટે thank u so much...ને મમ્મી એક વાત ચોક્કસ કહીશ no one can beat u my dearest mom...i love u forever મારી માં...