ભલે પીવો દારૂ પણ ભાન માં રહેવાનું,
ઘર માં હો બાયડી તો શાન માં રહેવાનું.
જીવતર છે જોખમી તોય જીવવું તો પડશે,
ન સહેવાય તો છાના માના મ્યાન માં રહેવાનું.
બે ઘડી ની જિંદગીમાં ચિંતા આખા ગામની,
ઓછું કરો કામ પણ કમાન માં રહેવાનું.
ભલે કરે વાતો દુનિયા કરવા દેવાની,
એક કાને સાંભળી બીજે કાઢતા રહેવાનું.
ના ચોરી ના છેતરપિંડી કરવું નહીં લફડું,
જે મળે એ સન્તોસી મોજ માં રહેવાનું.
આપું છું હું શીખ મફત માં પામી લે"પ્રતીક"
થાય અગર ભૂલ તો માફી માંગતા રહેવાનું.
Dp,"પ્રતીક"