#loveyoumummy
વ્હાલા mummy,
મમ્મા તમેં એટલે સ્વીકાર... તમે મારી અણઆવડત ને છુપાવી ને આવડત બધા ને બતાવી.. મને રસોઈ નો એકડો શીખવાડનાર..તમારો મારા પ્રત્યે કાયમ એક જ વ્યવહાર કે મારી વહુ ને બધું આવડે... કદીય ખામી ના કાઢી.. તમે ને હું વાતો એ વળગીએ એટલે શેરી વાળા પૂછવા આવે કે દીકરી આવી છે કે શું તમારી! મા તમે મને શીખવાડ્યુ કે ઘર માં બે સ્ત્રી એકબીજા નું સન્માન કરી પ્રેમ થી કઈ રીતે રહી શકે... આપણી વચ્ચે ના અંતરે એ કદીય આપણા દિલ માં એકબીજા માટે અંતર નથી આવ્યું.. તમે કદાચ વધુ ભણ્યા નથી પણ તમારા થી મોર્ડન સાસુ મને ના મળત..
તમારી રવિના ટંડન...