#Love You Mummy
કેમ છે મમ્મી?
ઘણાં બધાં શબ્દો માં પણ તારાં વિશે હું કાંઈ નહીં લખી શકું. તારી સાથે વીતેલી પળો નેં ક્યારેય નહીં ભુલી શકું. એક પરફેક્ટ મોમ ની દરેક જવાબદારી માં થી તું પાર ઉતરી છે. ઓછાં ભણતર નાં પાયા માં પણ મારું ઉજ્જવળ ભવિષ્ય તે ચણ્યું છે. કહેવાય છે કે ઈશ્વર બધે નથી પહોંચી શકતો એટલેં એણેં મમ્મી નાં અસ્તિત્વ નેં આ ધરતી પર કંડાર્યુ છે. અનેં મમ્મીતેં ખરેખર ઈશ્વરસહજ અસ્તિત્વને મારાં માં ટકાવી રાખ્યું છે. મમ્મી તો મમ્મી જ હોય છે. નથી પહોંચાતું આપણાં થી એની લાગણીઓ સુધી.મમ્મી તારું વ્યક્તિત્વ મારાં જીવન નો અરીસો છે. તારાં સંસ્કારો ની હું પરફેક્ટ આકૃતિ છું આજે, તારાં બલિદાનો ની પરાકાષ્ઠા મારાં પરફેક્ટ જીવન ની સાબિતી છે. તારી લાગણીઓ મારાં અંતરની ઊર્મિઓ નેં હૂંફ આપે છે. મારાં સપનાંઓ ની સફળતા માં તારી મહેનત ની મીઠાશ છે. હું જે કાંઈ છું આજે તારાં અસ્તિત્વ નો અહેસાસ છે. તનેં પામ્યાં નો,તનેં મેળવ્યાનો, તનેં નમ્યા નોં, અનેં તારી દિકરી બન્યાં નો મનેં એક સુંદર અહેસાસ છે.. મીસ મીરાં..