ન એણે કંઈ લીધું,
ન મેં કઈ આપ્યું...
ન હું કઈ બોલ્યો,
ન કશું એણે કહ્યું...
બસ...
આમજ સંબંધ ચાલતો રહ્યો... નિઃશબ્દ.
થતું હશે પ્રભુને કે...
ભુલ કરી બંનેને વાચા આપીને...
ભૂલ કરી આપ્યું બેઉને પ્યારભર્યું દિલ...
ભૂલ કરી બંનેમાં લાગણી જન્માવીને...
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'