રંગાઈ ગઈ.....
તારામાં જ હું છેતરાઈ ગઈ .....
કહેવુ ઘણુ હતું પણ કોણ જાણે તારી વ્હાલી વાતોમાં વેતરાઈ ગઈ.......
કોણ જાણે તારા સપનાઓમાં હું ઘેરાઈ ગઈ.....
તારા એ પ્રેમના ઘટાદાર વાદળોમાં હું બંધાઈ ગઈ...
ધરતી બની હું ભીજાઈ ગઈ.....
તું વરસ્યો... એ ...માજા મૂકી...
ને એ.... સપ્તરંગી ધનુષમાં હું છવાઈ ગઈ.....
બસ.... હવે તો તારા જ રંગે રંગાઈ ગઈ.....