દીકરી નો બાપ ચાલો સફરજન લઈ લો
80 ના કિલો.........
એક ભાઈ આવ્યા મારે 4 કિલો
લેવા છે 60 રૂપિયા કિલો રાખશો.
રાત ના 8 વાગ્યા હતા દીકરી ના બાપે વિચાર કર્યો કે મારા દીકરા સમાન મારી દીકરી રાહ જોતી હશે....
તેના ભણતર માટે બુક અને દફતર
લેવા જવાનું છે આજે કાંઈ વેપાર પણ નથી થયો.
બાપ બોલ્યો ભાઈ હું 55 ના કિલો આપું
પણ તમે 5 કિલો સફરજન લઈ લેશો.
ગ્રાહકભાઈ ઘડીક વિચારમાં પડી ગયા.
પછી તેને સમજાય ગ્યું..
લાવો 6 કિલો આપી દો
6 કિલો સફરજન પેક કરી દીધા અને
ગ્રાહકભાઈ એ કાકા ને પૂરા 550 રૂપિયા આપ્યા.
બાપ ખુશ થતાં થતાં લારી લઈ તેની દીકરી પાસે રવાના થયો.
ને પેલા ગ્રાહકભાઈ એક નાની ટ્રસ્ટ ની હોસ્પિટલમાં ગ્યાં અને ત્યાં સફરજન
આપી દીધા અને કીધું બધાં દર્દી ને આપી દેજો....
બાપ તેની દીકરી પાસે ખુશ થતાં થતાં પહોંચ્યા.
દીકરી એક સ્ટ્રીટ લાઈટ નીચે ટેબલ
પર બેઠી બેઠી વાંચન કરતી હતી
બાપ ને જોઈ દીકરી ખુશખુશાલ થઈ ગઈ.....
બાપ દીકરી ના માથે હાથ ફેરવતા ફેરવતા કીધું બેટા કાલે તારા ભણતર ની બુક અને દફતર લઈ આવશું હો.
દીકરી ખુશ થઈ ગઈ અને બાપ ને ભેટી પડી.....