#Love You Mummy
મારી પ્રેરણામૂર્તિ મારી વ્હાલી મમ્મી..
કેમ છે વ્હાલી મમ્મી? શરૂઆત શબ્દ થી કરુ કે સંવેદના થી? શરૂઆત તો મારી તારા આશિર્વાદ થી જ થાય. એમ
તો મમ્મી તનેં શબ્દ માં વર્ણવનાર હું કોણ? જેની શરૂઆત કરતાં જ હૈયું અનેં આંખો છલકાઈ જાય ત્યાં આ કાગળ અનેં પેન ની શું વિસાત?
મારી મમ્મી મારી પ્રેરણામૂર્તિ. સૃષ્ટિની સુંદરતાની એનામાં ઝળકે છે જ્યોતિ.અસ્તિત્વ માં એનાં મારી આકૃતિ. ઈશ્વર ની એ સમકક્ષ છે કૃતિ. મારી મમ્મી મારી છે સ્તુતિ. સથવારો એનો મારાં જીવનભર ની છે દોસ્તી.મારી મમ્મી મારા માટે અનોખી હસ્તી.મારાં વ્હાલપ ની વેલ. તારી સાથે ખેલદિલી નો જ સંબંધ મારો રહ્યો છે. કેમકે મારાં તૂટવા પહેલાં તે મનેં જોડી છે. અનેં મારાં જોડાવા પહેલાં તે મનેં સંભાળી છે. શું કહું શબ્દો માં એક તડપ તનેં મળવાનીછે. દોડીને આવું તારી પાસે. પણ. કિલોમીટર નાં અંતર નડે છે પણ.. તારી લાગણી નેં તો એ પણ ક્યાં અડે છે?બધું જ સમજતી તું જેટલું મનેં કોઈ સમજાયું નથી નેં કદાચ કોઈ સમજશે પણ નહીં.મારી ડીગ્રીઓ માટે મારી પ્રોફેસર છે તું. ભણી હું ને ઉજાગરા તારાં, રડી હું નેં સીસકારા તારાં, ખુશી માં છલકાઈ હું પણ મારી વ્હાલી મમ્મી એમાં છૂપાયેલાં છે કેટલાં બલિદાન તારાં. શબ્દો ની સીમાઓ નડે છે મનેં.એટલેં વિચારું છું કે આસમાન ની વિશાળ ડાયરી નેં ઈશ્વર પાસે માંગી વ્હાલી મમ્મી હું સમય નેં ક્ષણિક થોભાવી દઉં.મારી સંવેદના ની શાહી થી આ સમગ્ સૃષ્ટી પર તારાં વ્હાલ ની મીઠી કલમ ચલાવી દઉં.. સૌનેંતારાં હેત માં ભીંજાવીદઉં.. મારી વ્હાલી મમ્મી તારાં વ્હાલ નેં વધાવી લઉં, અનેં એમાં ખુદ નેં સમાવી દઉં...લિ.તારી નાની વ્હાલી દિકરી.. મીસ મીરાં..