પ્રેમ થી માળો મે બાંધીયોતો
પણ તે આવી ને તેમા સોનેરી પાંખો લગાવી લીધી .
ઘર ની અંદર પ્રેવેશતા જ તારી કિલકારીઓ સંભળાઈ છે
ઘર ની દરેક નિર્જિવ વસ્તુઓ પણ જાગૃત અવસ્થા મા હોઈ એવુ લાગે છે
જયારે તુ નાની નાની ડગલી ભરી ને ચાલે છે,
તારો રડવા નો આવાજ આવે છે ,
તારો હસવા નો આવાજ આવે છે ,
જયારે તું કાલી-વાલી ભાષા મા વાત કરે છે ,
આમ તો આ ઘર નુ ચિત્ર મેં દોરીયું તું
પણ તે આવી ને તેમાં રંગ પુરી ને ચિત્ર ને જીવંત બનાવી દીધુ છે.
-hetal patel