#loveyoumummy
મારી વ્હાલી mummy,
તું તો મારી સુપર મોમ છે..મમ્મી, તું એટલે માંદગીમાં ડોક્ટર, ભણતરમાં શિક્ષક, તૈયાર કરવામાં બ્યુટીશિયન, કપડાં બાબતે ડિઝાઈનર, મારો મૂડ બદલતો રસોઈયો...તને શુ નથી આવડતું!હું નાની હતી ત્યારે વિચારતી કે તે નોકરી કેમ મૂકી! હવે સમજાય છે કે તું મહત્વાકાંક્ષી સ્ત્રી પછી પેલા મારી મા છે...તે ઘરે રહી ને મારા ઉછેર ની સાથે તારા સપના પુરા કર્યા...મા તું તો મારી પ્રેરણા છે.. તારા થકી હું શીખી.. તારા શબ્દો વાપરી હું લેખક બની..સાસરે બધા મને સમજુ કહે છે પણ એ સમજ આપનાર તું...મમ્મા તું તો મારી હિંમત છે, તું જ મારું મનોબળ.. 25 વર્ષ પહેલાં માત્ર એક જ સંતાન તરીકે મને સ્વીકારી તે મને ખરેખર special બનાવી દીધી... love you so much mummy...