હા કે ના સમજણ નથી પડતી મને ,
હા કે ના સમજણ નથી પડતી તને .
જાણું ના હું વાત દિલ ની કોઈ પણ ,
હા કે ના સમજણ નથી નડતી તને.
કોણ જાણે ક્યાર ના ત્યાં રાહ જુએ ,
હા કે ના સમજણ નથી ચડતી તને .
છો હૃદય ચુંમ્યા કરે આઠે પ્રહર ,
હા કે ના સમજણ નથી રડતી તને .
વાંક આંખો નો હતો જાણું છું હું
હા કે ના સમજણ નથી લડતી તને .
૧૯-૨-૨૦૧૭