શશીસંગ આજ ચાંદની નભ વિહરે.
રખેને રોહિણીસંગ ઇન્દુ ગગન વિચરે.
પ્રકાશે તેજ અમી શાં એ ધરાને ધરે,
પૂર્ણકલાએ પ્રકાશી આભ પ્રકાશે ભરે.
અવની ઉપર તેજથકી કેવો એ સંચરે,
વાત કહાનગોપીના રાસની સૌને સાંભરે.
રમતી રાસ નવયૌવના ચંદ્રને આવકારે,
સામ્રાજ્ય તેજનું પ્રતિપળ આભે વિસ્તરે.
શીતળતા સૌને અર્પી રખે સૂરને લલકારે,
શકે રાસરમતી ધરાગોપી પર નયનધારે.
ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.