પ્રેમનો સાચો અર્થ
પણ ક્યાં ખબર છે અહીં કોઈ ને
માત્ર ત્રણ શબ્દો જ બોલીને
ઈઝહાર કરતા આવડે છે.
હું ને તું મટીને આપણે બનીએ
એ ખ્યાલ ક્યાં કોઈને આવે છે.
માત્ર હું જ નજર આવે છે સૌને
ખરી વાત કહું ને તો મારા વ્હાલા
હું ની જીદ છોડી દઈએ તો
પ્રેમ આપો આપ સમજાઈ જશે.