Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓફિસ માં લંચ બ્રેક માં ડબ્બો ખોલતાં નિશ્રા એ મિસરી ને પૂછ્યું “ શું થઇ ગયું છે તને ? છેલ્લા પંદર દિવસ થી જોઉં છું કે તું ક્યાંક ખોવાયેલી જ રહે છે. આટલા વર્ષ ની નોકરી માં કોઈ દિવસ નહીં, ને છેલ્લા વીક માં બે વાર તને બોસ નો પણ ઠપકો મળ્યો. ઘરે કંઈ થયું છે ? “ .” હા યાર, નાની અમથી વાત માં મારા ને મોહિત વચ્ચે ઝગડો થઇ ગયો ને ૧૫ દિવસ થી અબોલા ચાલે છે .” નિશ્રા એ કહ્યું ,” શું યાર તું બી ! તને ગુસ્સો , દ્વેષ, રોષ, અકળામણ, દુ:ખ ને વેદના ના ભાવ મન માં ભરી રાખવા ના ગમે કે પછી પ્રેમ અને શાંતિ ગમે ? તારો ઈગો બાજુ માં મૂક ને આજે ઘરે જઈ ને ‘સોરી’ કહી ને વાત પતાવ. તારા નામ મુજબ મીઠી બન ને ! “

સાંજે મોહિત ઘરે આવ્યો, ત્યારે મિસરી એ ખચકાતાં કહ્યું , “ આઈ એમ સોરી, મોહિત ! આજે ... સાથે જમીએ ? “

ચાર આંખો અનરાધાર વરસી રહી, ગુસ્સા નું મીણ પીગળતું ગયું, પ્રેમ ની જ્યોત જલતી ગઈ ...

ઉપર આકાશ માં , રઢિયાળી રાતે શરદ પૂનમનો ચંદ્રમા પૂર્ણ રૂપે ખીલી ને શીતળ ચાંદની પ્રસરાવી રહ્યો હતો.

Gujarati Microfiction by Amita Patel : 111041188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now