Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અેક સરનામું આજે મારી ડાયરી માં એવું મળ્યું જ્યાં મન ભરી નેં ક્યારેક રડી હતી.. એક ફોન નંબર મોબાઈલ માં એવો મળ્યો આજે જ્યાં ક્યારેક દિલ ખોલી નેં જીવી હતી.. એક બર્થડેટ એવી રણકી આજે મારાં ફોન માં જ્યાં અલ્લડ મસ્તી નો મેળો ક્યારેક જામતો હતો.. એક યાદ આજે એવી આવી ગઈ જ્યાં ક્યારેક વાતો નાં ટોપલાં ઠાલવ્યા હતા બિંદાસ.. એક હસ્તી એવી મન માં ઝળકી જેની સાથે ઘણું બધું વહેંચવા નો દિલ થી વાયદો કર્યો હતો.. એક મંઝિલ એવી મળી ગઈ આજે જ્યાં ક્યારેક તમામ રસ્તાઓ મળી જતાં હતાં.. એક મસ્તી એવી રડી મુજ માં આજે કે જ્યાં ક્યારેક હસતાં હસતાં આળોટી પડતી.. એક યાદ બસ એક માત્ર યાદ.. જેટલું જીવી એની સાથે ખેલદિલી અનેં જીવંત બની નેં.. પણ.. પણ.. અેજ યાદ આજે મનેં ઢંઢોળી રહી છે.. પૂછી રહી છે.. જવાબ માંગી રહી છે.. બકા.. મનેં સમજાયું નહીં તું સાચી હતી કે ખોટી.. પણ.. છેતરાઈ તો ગઈ જ.. જીવતે જીવત એમાં શહીદ પણ થઈ.. અનેં આત્મીયતા માં તું દોસ્ત.. અમર પણ થઈ.. પણ.. નિર્દોષ મારી લાગણીઓ અમથી વેડફાઈ ગઈ.. સંવેદનાઓ ખાલી ખોટી વહેંચાઈ ગઈ.. અનેં સરવાળે એક ખાલીપો અનેં નવું જીવન જીવવાનો બોધપાઠ શીખવી ગઈ.." થેંક્યૂ" મારી વ્હાલી યાદ.. "થેંક્યૂ સો મચ યાર"..મીસ મીરાં.. મિત્રતા ની માળા નો એક મણકો ખોવાયેલ છે કોઈ નેં જડે તો મનેં પહોંચાડજો "પ્લીઝ"..

Gujarati Quotes by Kanha : 111041182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now