ચાલ શબ્દ તનેં કામે લગાડું.. કવિતા લખી તારું નામ બનાવું.. વાક્યો લખી તનેં હું બિરદાવું.. ક્યાં સુધીકક્કા માં ખુશ રહીશ તું.. ચાલ તનેં વાર્તા માં ઝંપલાવું.. તું પણ ખરો છે મારો "શબ્દ"..નાની નાની રચનાઓ માં પણ મૂંગી વાસ્તવિકતા દર્શાવે.. અનેં તારી લાંબી લચક વાતો માં સહું ને હરાવે..ચાલ મારાં શબ્દ કાંઈક નવું કરીએ.. સૌની સાથે આમ જ હરદમ આનંદ માં રહીએ.. મીસ મીરાં..