નિવારણ...
ઝંખું છું મારા ઉદાસ મનને,
પ્રેમના હુફનું આવરણ મળે.
અગણિત કોરા સવાલોનું !
ક્યાંક તો કોઈ તારણ મળે.
ઘાવ ઘણા ઊંડા છે હૃદયના,
ભરાશે, જો કોઈ મારણ બને.
જીવવું મારે પણ છે ખુશીથી,
કોઇક તો ખુશીનું કારણ બને.
બોલને ઈશ તું તો એકવાર !
એકલતાનું શું નિવારણ મળે?
મિલન લાડ. વલસાડ.