જીવન એકદમ ખુલ્લા દિલથી જીવો અને માણો મિત્રો.. :)
ક્યારે પણ તમે પોતાની જાતને પ્રશ્ન કર્યો છે કે.. જિંદગી જેવી રીતે જીવવી જોઈએ અથવા તો માણવી જોઈએ એવી રીતે હું જીવું છું કે માણું છું ખરો/ખરી? જો નથી જીવતો/જીવતી તો એવું શું છે જે મને અટકાવે છે? જીવનના અંતે જો અફસોસ ન કરવો હોય ને તો સાહેબ દરરોજ તમારી જિંદગી જીવો અને માણો..
જીવનને માણવાનો મતલબ એવો જરાયે નથી કે મોજ, મજા અને જલસા જ કરવાનાં, જિંદગી માણવાનો અર્થ એ છે કે જ્યારે જે કરવાનું હોય એ દિલથી અને થોડું ધ્યાન આપીને વિચારીને કરવું.. જેથી તમે શાંતિ પૂર્વક જીવન જીવી શકો.. અને તમારું મગજ પણ શાંત રહે.. ટુંકમા શાંતિનો અહેસાસ ત્યારે જ થાય છે..
મારું તો એવું માનવું છે કે મગજ અને હ્દય મા કંઈ પણ દબાવી નો રાખો બસ ખાલી થઈ જાવ.. મેં એટલા માટે કહ્યું કારણ કે મગજ અને હ્રદય ખાલી એટલે ફ્રી હશે અને તે સમય દરમ્યાન જ્યારે કોઈપણ પ્રકારનો પડકાર આવે તો તમે એને સહજતા પૂર્વક સંભાળી શકો.. ઘણીવાર એવું બનતું હોય છે કે હ્રદયમાં કે મગજ માં કોઈ વાત અટકી હોય તો તમે એ પરિસ્થિતિમાં વધુ ડિપ્રેશન માં જતા રહો છો.. એટલે ડિપ્રેશન થી બચવા માટે ખુલ્લી રીતે જીવવાનું શીખી લો.. ઈટ્સ માય થીંગ..