ભાવાત્મક એકતાથી સરજાય છે કુટુંબ.
પારસ્પરિક સંબંધે ઓળખાય છે કુટુંબ.
ક્યાંક રક્તનો સંબંધ તો ક્યાંક સંમતિ,
સ્નેહને સહકારથી દીપી જાય છે કુટુંબ.
હોય છે જ્યાં બીજાને સુખ દેવાની ચાહ,
ત્યાગને સમર્પણથી વખણાય છે કુટુંબ.
ગુમાવીને મેળવવાનું હોય છે કુટુંબમાં,
અરમાનોના બલિદાને પંકાય છે કુટુંબ.
ક્વચિત મતભેદે મનભેદ ભાસે ખરા,
સમજણના સથવારે મલકાય છે કુટુંબ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.