Gujarati Quote in Shayri by Bhamro

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શેફાલી જી તમારી ફરમાઈશ પુરી કરી,
---------------------------------------------
'' '' ધબકતા હૈયે '' ''

ધબક્તા હૈયાં ને શરમાતા શ્વાસે,
રૂમ જુમ આવી હરખાતી એ, મળવાંની આશે,

છે કૈફી ને મોહક એના હોઠોનો લાલાશ મલાજો,
નિરખી ને રહ્યો તરસી ચંચળ તુજ નજરોના પ્યાસે,

ઘેરીંલી ઘાઘરી ને કદમ કદમે ઝાંઝર નો જાણકાર,
છું ખૂંવાર, તુજ યોવન મસ્તી ભર્યો જામ ક્યારે પાશે?

હરખાતા જુકી ગરદન સોહામણી ને ઢળી લટ લલાંટે થી ,
મળી એકાદ નજર અમારી ને ભૂલી એ, ઓઢણી ક્યાં છે ?

થઇ ઉઠી ઝંજક્રુત અડક્યો હસ્ત અમાસ્થા કેઢ કંદોરે,
અથડાયા શ્વાસ એકમેકના લજ્જાથી આવતા પાસે,

ફફડતા પારેવા સમા હૈયું થયું મહેસૂસ ચુંમતા ભાલને,
દીઠી ક્ષણાર્ધ પાંપણ કાજળ ભરી ચાંદની પુનમની ગાશે,

વીંટળાઈ એક લતા, એકલતામાં લીલૂડા વૃક્ષ સરખે,
લીધી અંગળાંઈ અંગ ઉપાંગે જ્યાં નજરૂ થી કહ્યું '' હા '' છે,

થઇ સર્વ ફળીભૂત યોવન મસ્તી ચઢેલ જુવાન હિલ્લોળે,
નિતરતા અમી રસના છાંટણા બે હોઠ એક થયા ત્યાં નાચે,

'' ભમરા '' ધબક્તા હૈયાં ને શરમાતા શ્વાસે,
રૂમ જુમ આવી હરખાતી એ, મળવાંની આશે,

Gujarati Shayri by Bhamro : 111040389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now