અમુક વાર કોઈ કારણ વગર જ ઉદાસ થઈ જવાય છે, ખબર નહિં કોઈની યાદ આવે છે કે પછી કોઈના વગર રહી નથી શકાતું.
આમ તો આખો દિવસ તો મજાક મસ્તી કરતો હોવું છું, પણ અમુક વાર ખબર નહીં કંઇક કમી રહી જાય છે. શું કમી રહી જાય છે એ ખબર નથી પડતી, બસ વાત કરતાં-કરતાં વિચારોમાં ખોવાઈ જાઉં છું, કોઈ પૂછે કે બોલે એમાં બસ હા એ હા ભરે રાખું છું, અને કોઈ પૂછે શું થયું?? તો કંઈ નહીં, ખબર નહીં બસ કંઈક આવા જવાબ આપું છું.
અમુક વાર અડધી રાતે જાગી જવાય છે તો અમુક વાર આખી રાત ઊંઘ જ નથી આવતી, આમ તો ઘણા મિત્રો છે તો પણ અમુક વાર ખબર નહીં પણ બહુ એકલું એકલું લાગે છે.....❤